ઝીના ડાયરેક્ટર પદેથી પુનિત ગોએન્કાની હકાલપટ્ટી

ઝીના ડાયરેક્ટર પદેથી પુનિત ગોએન્કાની હકાલપટ્ટી

ઝીના ડાયરેક્ટર પદેથી પુનિત ગોએન્કાની હકાલપટ્ટી

Blog Article

ભારતની સૌથી મોટી મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ કંપની ઝી એન્ટરટેઇનમેન્ટના શેરધારકોએ 28 નવેમ્બરે પુનિત ગોએન્કાની ડાયરેક્ટર તરીકે પુનઃનિયુક્તિની દરખાસ્તને નકારી કાઢી હતી. કંપનીની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં ગોએન્કાની પુનઃનિયુક્તિ માટેનો ઠરાવને ફગાવી દેવામાં આવ્યો હતો. શેરહોલ્ડર્સનો આ નિર્ણય ગોએન્કા મોટો આંચકો છે.

કેટલીક પ્રોક્સી કંપનીઓએ અગાઉ શેરધારકોને આ ઠરાવનીની વિરુદ્ધ મત આપવાની સલાહ આપી હતી. કંપનીએ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે એજીએમમાં ગોએન્કાની ડિરેક્ટર તરીકે પુનઃનિયુક્તિની દરખાસ્તની સમર્થનમાં માત્ર 49.54 ટકા મત પડ્યા હતા, જ્યારે વિરોધમાં 50.4 ટકા મતદાન થયું હતું.

આ મહિનાની શરૂઆતમાં પુનિત ગોએન્કાએ ઝીના મેનેજિંગ ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું હતું. જો કે, તેમણે આ મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ કંપનીના સીઈઓ તરીકે ચાલુ રહ્યાં હતા. તેમણે એજીએમમાં ​​આ પોસ્ટ માટે પુનઃનિયુક્તિમાંથી પણ પોતાની જાતને પાછી ખેંચી લીધી હતી. 18 ઑક્ટોબરે ઝીના બોર્ડે 1 જાન્યુઆરી, 2025થી 31 ડિસેમ્બર, 2029 સુધી પાંચ વર્ષની મુદત માટે ગોએન્કાની પુનઃનિયુક્તિના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

Report this page