ફિલ્મ રીવ્યૂઃ ધ સાબરમતી રીપોર્ટ

ફિલ્મ રીવ્યૂઃ ધ સાબરમતી રીપોર્ટ

ફિલ્મ રીવ્યૂઃ ધ સાબરમતી રીપોર્ટ

Blog Article

ધ સાબરમતી રીપોર્ટ એ રાજકીય ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન સળગાવવાની ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી, રાશી ખન્ના અને રિદ્ધિ ડોગરા મુખ્ય કલાકાર છે. બહુવિધ મુદ્દાઓ અને વિલંબ પછી આ ફિલ્મ થીયેટરમાં પ્રદર્શિત થઇ છે. ફિલ્મના ટ્રેલરમાં સ્પષ્ટ રીતે દર્શાવ્યું હતું કે, આ ફિલ્મમાં સંવેદનશીલ મુદ્દાને દર્શાવવામાં આવ્યો છે. નિર્માતાઓએ તેની વાર્તાને ફિલ્મી પડદે લાવવાની હિંમત બતાવી છે.

ફિલ્મની વાર્તા આ ટ્રેન દુર્ઘટનાનું સત્ય જાણવાના સંઘર્ષની સાથે સસ્પેન્સથી શરૂ થાય છે. જેમાં પત્રકાર સમર કુમાર (વિક્રાંત મેસી) અને અંગ્રેજી પત્રકાર મનિકા રાજપુરોહિત વચ્ચે સત્ય અને અસત્યની દ્વિધા દર્શાવવામાં આવી છે. પરંતુ ફિલ્મમાં અસલી ટર્નિંગ પોઇન્ટ ત્યારે આવે છે જ્યારે અમૃતા ગિલ (રાશિ ખન્ના)ની એન્ટ્રી થાય છે, જે સમર (વિક્રાંત મેસી)ના અધૂરા પ્રયાસોને નવેસરથી જાણવા આ સમગ્ર ઘટનાની તપાસ કરે છે. આગળ શું થાય છે તે જાણવા આ ફિલ્મ જોવી રહી. આ ઘટનામાં પત્રકારોની ભૂમિકા ફિલ્મનું આકર્ષણ કહી શકાય. આવા મુદ્દાઓ પર બનેલી ફિલ્મોમાં કલાકારોનો અભિનય ઘણીવાર મહત્વની ભૂમિકા ભજવતો હોય છે.

ફિલ્મ અને ટીવી સીરિયલ નિર્માત્રી એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સનાં જાણીતા ટીવી શો કુટુમ્બમાં યશની ભૂમિકામાં જોવા મળતા અભિનેતા ધીરજ સરનાએ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. ટ્રેનને સળગાવવા જેવા દ્રશ્યોમાં VFX ટેક્નોલોજીનો સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં કથા, પટકથા અને સંવાદ અર્જુન ભાંડેગાંવકર, અવિનાશ સિંહ તોમર અને વિપિન અગ્નિહોત્રીએ લખ્યા છે. જ્યારે સંગીત કાર્તિક કુશ, અખિલ સચદેવા, અનુ મલિક અને આરકોએ આપ્યું છે.

Report this page